

મોરબીની વેરાઈ શેરીમાં સોની બજાર કે રાજા ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાની પૂજા-આરતી ઉપરાંત પ્રતિદિન અવનવા કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં એક મિનીટ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
સોની બજાર કે રાજા વેરાઈ શેરી દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં બાળકોનો સત્સાહ વધારતો ખેલ મહોત્સવ યોજાયો જેમાં બાળકોને એક મિનિટ સ્પર્ધા અંતર્ગત ઈન્ડોર ગેમ્સ રમાડવામાં આવી, આશરે ૩૦ થી વધુ બાળકોએ રમતની મજા માણી અને બધી જ રમતના અંતે ટોપ ૨ વિજેતાઓને મેડલ આપી સન્માન કરવામાં આવ્યા હતા બાળકો સાથે માતાઓએ પણ ખેલ મહોત્સવમાં ઉત્સાહ ભેર ભાગ લીધો જેઓને પણ મેડલ આપી સન્માન કર્યા હતા આજના મોબાઈલ યુગમાં બાળકોને શેરી રમતો રમવા પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું





