



મોરબી: OSEM GSEB સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત Student Startup & Innovation Policy (SSIP 2.0) હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓના ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે અને દરેક ટીમને ₹20,000ની ઇનોવેશન ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. પસંદ થયેલા પ્રોજેક્ટ્સમાં DataRakshak AI, Customity: Your Vision Crafted to Perfection AI અને Katha Chitraનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે OSEM ગ્રુપના પ્રમુખ સુમંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, “વિદ્યાર્થીઓની નવીન વિચારસરણી અને સર્જનાત્મકતા જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે. OSEM હંમેશાં વિદ્યાર્થીઓને નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ માટે પ્રોત્સાહિત કરતું રહેશે.” શાળાના પ્રિન્સિપાલ સના કાઝીએ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી આ સિદ્ધિને સમગ્ર OSEM પરિવાર માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.


