શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, મોરબી દ્વારા ભરતનગર ગામે નિશુલ્ક ફીઝીયોથેરાપ આરોગ્ય કેમ્પ યોજાયો

 

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, મોરબી દ્વારા તા. 23 સપ્ટેમ્બર, 2026, બુધવારના રોજ ભરતનગર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 40 દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓની વિવિધ ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓની તપાસ કરી તેમને જરૂરી સારવાર, માર્ગદર્શન તથા ફિઝીયોથેરાપી અંગેની સલાહ આપવામાં આવી હતી.

 

આ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ  ડૉ. દિક્ષીતા વોરા અને ડૉ. ભક્તિ અંબાસણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બીજા વર્ષના બી.પી.ટી.ના 14 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક સંચાલન ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ  કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ દર્દીઓની તપાસ અને સારવારમાં સહભાગી બનવા ઉપરાંત, તમામ ડૉક્ટરો સાથે મળીને સ્થાનિક લોકોમાં ફિઝીયોથેરાપી શું છે, તેના વિવિધ ઉપયોગો અને સ્વાસ્થ્યલક્ષી લાભો અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લીધો હતો.

 

શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી તથા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન થતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.