જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

રેવન્યુ વિભાગની નોટીસને પગલે કલેકટર કચેરીએ ખેડૂતો પરિવાર સાથે કરશે હલ્લાબોલ

 

 

રેવન્યુ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે અને ખેડૂતોને ૨૫ તારીખ સુધીમાં વાંધા સૂચનો રજુ કરવાની મુદત આપવામાં આવી છે ત્યારે તા. ૨૫ ને શુક્રવારે ખેડૂતો મહિલાઓ અને બાળકો સહીત પરિવાર સાથે કલેકટર કચેરી પહોંચીને અધિકારોની માંગ કરશે

 

કલેકટર કચેરીમાંથી જેતપર ગામના ખેડૂતોને નોટીસ આપવામાં આવી છે જેમાં વીજ લાઈન વળતર આપવા માટે જમીનનો બજાર ભાવ નિયત કરવા માર્કેટ રેટ કમિટી રચવામાં આવી છે જેમાં કચેરીના મુલ્યાંકનકાર, કંપનીના મુલ્યાંકનકાર અને ખેડૂતના મુલ્યાંકનકાર દ્વારા મુલ્યાંકન થયેલ બજાર ભાવ બંધ કવરમાં મીટીંગમાં રજુ કરવામાં આવે છે અને ત્રણ ચિઠ્ઠીમાંથી બે પસંદ કરી તે બે બંધ કવરો ખોલી મુલ્યાંકન પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે માર્કેટ રેટ કમિટી દ્વારા મુકરર કરેલ વેલ્યુઅરો દ્વારા બંધ કરવામાં જમીનની બજાર કીમત રજુ થયે અસરગ્રસ્ત જમીનનો બજારભાવ નિયત કરવા માટે આગામી બેઠક તા. ૨૫ ના રોજ ૧૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાવાની છે

 

માર્કેટ રેટ કમિટીમાં અસરગ્રસ્ત જમીન માલિકોના પ્રતિનિધિનો પણ સમાવેશ થયેલ છે જેથી ઠરાવની જોગવાઈ અન્વયે જમીનનો બજાર ભાવ નિયત કરવા માટે માર્કેટ રેટ કમિટીની મીટીંગમાં ખેડૂત અથવા અધિકૃત પ્રતિનિધિને તા. ૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે કલેકટર કચેરી મોરબી સભાખંડમાં હાજર રહેવા જણાવ્યું છે જે તારીખે ખેડૂત પ્રતિનિધિ અથવા અધિકૃત વ્યક્તિ હાજર નહિ રહે તો ખેડૂત વેલ્યુઅર્સ નીમવા માંગતા નથી/ માર્કેટ રેટ કમિટીમાં ભાગ લેવા માંગતા નથી તેમ માની ખેડૂત વેલ્યુઅર્સ નીમવાની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે તેવી નોટીસ આપવામાં આવી હતી

 

જે નોટીસ અન્વયે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપર ખાતેથી ખેડૂતોને પરિવાર સાથે કલેકટર કચેરી પહોંચવા આહ્વાન કરવામાં આવ્યું છે ગામના તમામ ખેડૂતોએ સંકલ્પ લીધો છે કે તેઓ પોતાના અધિકારો માટે ૨૫ સપ્ટેમ્બરના રોજ કલેકટર કચેરી જશે જેતપર ગામમાંથી ખેડૂત ભાઈઓ-બહેનો અને બાળકો પણ કલેકટર કચેરીએ આવશે સવારે ૯ : ૩૦ કલાકે કલેકટર કચેરી પહોંચી જવા અપીલમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.