ટીંબડી નજીક છ સ્પા વર્કરોની માહિતી નહિ આપનાર સ્પા સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

            ટીંબડી નજીક આવેલ સ્પામાં કામ કરતી છ સ્પા વર્કરોન બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કરનાર સ્પા સંચાલક/મેનેજર વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

            મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ટીંબડી ગામની સીમમાં અશ્વમેઘ હોટેલ સામે ઓર્બીટ ૨ કોમ્પ્લેક્ષમાં આવેલ સીસો થાઈ સ્પામાં ચેકિંગ હાથ ધર્યું હતું આરોપી મેનેજર ગોયારામ ડેસોકુમાર રીયાંગ (ઉ.વ.૨૦) રહે હાલ ટીંબડી મૂળ મિઝોરમ વાળાએ પોતાના સીસો થાઈ સ્પામાં કામ કરતી છ વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી તેમજ સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ જાહેરનામાં મુજબ નહિ રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કર્યો હતો મોરબી તાલુકા પોલીસે સ્પા મેનેજર વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.