માળિયાના દહીંસરા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન પર છરી વડે હુમલો


મોટા દહીંસરા ગામમાં દીકરીના પ્રેમલગ્ન બાબતનું મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી એક ઇસમેં યુવાન પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા વિનોદ ઉર્ફે કાળું રાણાભાઇ બરારીયા (ઉ.વ.૩૨) વાળાએ આરોપી કિશોર દેવદાન લોખીલ રહે મોટા દહીંસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભીની દીકરીએ આરોપીના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કરેલ છે જેનું મનદુઃખ ચાલતું હોય જે બાબતનો ખાર રાખી આરોપી બાઈક ૭૧૮૩ વાળું લઈને આવી મોટા દહીંસરા ગામની બજારમાં ઝાપ નજીક મારી નાખવાના ઈરાદે છરી વડે હાથે બગલ નીચે પાંસળીમાં ફ્રેકચર જેવી ઈજા કરી તેમજ ફેફસામાં ગંભીર ઈજા કરી હતી તેમજ હાથના ખંભા નીચે ફ્રેકચર ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે