વાંકાનેર : વાડીમાં પાણીની કુંડીમાં પડી જતા દોઢ વર્ષની બાળકીનું મોત

 

અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં બાળકી રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા માસૂમનું મોત થયું હતું

 

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા કલમભાઈ ગુંડિયાની દોઢ વર્ષની દીકરી નૈયા ભાઈ-બહેનો સાથે વાડીએ ઓરડી પાસે રમતા હતા ત્યારે રમતા રમતા અકસ્માતે પાણીની કુંડીમાં પડી જતા કુંડીના પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.