રવાપર રોડ પર ફર્નિચરના શો-રૂમમાં વહેલી સવારે આગ ફાટી નીકળી: પતરાના શેડ તોડી આગ બુઝાવવા પ્રયાસ.

મોરબીના રવાપર રોડ પર આવેલી એક ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

રવાપર રોડ પર વી-માર્ટની સામે આવેલ ‘દીપકલા ફર્નિચર’ નામની દુકાનમાં આજે વહેલી સવારે ૬:૨૯ વાગ્યે આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, આ સ્થળે પ્લાયવૂડ, લાકડું, ફોમ અને કેમિકલ શીટ જેવી જ્વલનશીલ વસ્તુઓનો મોટો જથ્થો હોવાને કારણે ઉપરના ભાગમાં આગે જોર પકડ્યું હતું. આખું સ્ટ્રક્ચર પતરાના શેડનું હોવાથી ફાયર ફાઈટિંગમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના પગલે પતરાના શેડ તોડીને અંદર પાણી અને ફોમનો મારો ચલાવવાની ફરજ પડી હતી. હાલ ફાયર વિભાગની ૩ ટીમો સતત કાર્યરત છે અને બિલ્ડિંગના નીચેના માળે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે ઉપરના ભાગે કૂલિંગ અને આગ ઓલવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.