વાંકાનેર વરડુસર માતાજીના દર્શને જતા દંપતીને અકસ્માત નડ્યો, પતિનું મોત

અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

 

 

વાંકાનેરથી વરડૂસર માતાજીના દર્શને દંપતી બાઈક લઈને જતું હોય ત્યારે નેશનલ હાઈવે પર કાર ચાલકે બાઈકને ઠોકર મારતા દંપતી ફંગોળાઈ ગયું હતું જેમાં બાઈક ચાલક પતિનું મોત થયું હતું જયારે પત્નીને ઈજા પહોંચી હતી

વાંકાનેર મામલતદાર કચેરી પાછળ પંચશીલ સોસાયટીમાં રહેતા પરબતભાઈ જેહાભાઇ લામકા (ઉ.વ.૪૦) વાળાએ કાર જીજે ૦૩ એમઆર ૪૮૨૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા જેહાભાઇ નાજાભાઈ લામકા (ઉ.વ.૭૦) અને માતા રખુબેન બંને બાઈક જીજે ૦૩ બીજે ૮૩૨૫ લઈને વરડુસર માતાજીના દર્શને જતા હતા અને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી સામે પહોંચતા કારચાલકે પુરઝડપે કાર ચલાવી બાઈકને પાછળથી હડફેટે લીધું હતું

જે અકસ્માતમાં બાઈક ચાલક ફરિયાદીના પિતા જેહાભાઇ લામકાને માથા અને બંને પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તેમજ પાછળ બેસેલ ફરિયાદીના માતા રખુબેનને શરીરે મુંઢ ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.