હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલા બુટલેગરને પાસા હેઠળ જેલભેગો કર્યો

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હળવદ પોલીસ મથકમાં વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના એક શખ્સ સામે પાસા હેઠળ પગલાં ભરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

વિગતવાર માહિતી મુજબ, દારૂના વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે હળવદ પોલીસે ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી જયરાજ ઉર્ફે દિલીપભાઈ બોરીયા (રહે. કળમાદ, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઈસ્યુ કરવામાં આવતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની અટકાયત કરી હતી અને તેને પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરી જેલ હવાલે કર્યો છે.

Leave A Reply

Your email address will not be published.