મોરબીમાં ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર અને પાટીદાર વુમન્સ પાવર દ્વારા ૧૦ મેએ કેન્સર નિદાન કેમ્પ

મોરબીમાં “કેન્સર જન જાગૃતિ અભિયાન” અંતર્ગત આગામી રવિવાર, ૧૦-૦૫-૨૬ ના રોજ કેન્સરના પ્રાથમિક તબક્કાના નિદાન માટે એક વિશેષ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્રના પ્રમુખ ડો. જી.પી. ભાલોડીયા અને પાટીદાર વુમન્સ પાવરના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કેમ્પ સવારે ૮ થી ૧૨ વાગ્યા દરમિયાન જી.આઈ.ડી.સી. શનાળા રોડ સ્થિત સંસ્કાર ઇમેજિંગ અને બ્લડ બેન્ક ખાતે યોજાશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરનું વહેલું નિદાન કરી દર્દીઓને જટિલ સારવાર અને આર્થિક બોજમાંથી બચાવવાનો છે.

આ કેમ્પમાં પુરુષો માટે મોઢાના કેન્સરનું નિદાન તદ્દન નિશુલ્ક રાખવામાં આવ્યું છે, જ્યારે ૫૦ વર્ષથી વધુ વયના પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સરનો PSA ટેસ્ટ માત્ર રાહત દરે કરવામાં આવશે. મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરનું પ્રાથમિક ચેકઅપ નિશુલ્ક રાખેલ છે અને જરૂર જણાય તો સર્વાઇકલ સ્મીયર ટેસ્ટ રાહત દરે થશે. તેમજ સ્ત્રીઓમાં સ્તન કેન્સરના નિદાન માટે નિશુલ્ક ચેકઅપ અને જરૂરી જણાય તો મેમોગ્રાફી ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવશે.

કેમ્પમાં કેન્સર સર્જન ડો. જેકોબ જ્હોન, રેડિયોલોજીસ્ટ ડો. અક્ષય ધોરીયાણી અને બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડો. અશ્વિની મોદી સહિતના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા માટે ડો. જી. પી. ભાલોડીયા (9825539163), શાશ્વત હોસ્પિટલ- ડો.અંકિતા કોટડીયા (9033300491), આશાબેન ભાલોડીયા (9925245023) ચંદુભાઈ કુંડારીયા (9925360244), મગનભાઇ અઘારા (98250 98079) અથવા સંસ્કાર ઇમેજિંગ રમેશભાઈ (97277 22763) નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.