હળવદના ચરાડવામાં કોપર કેબલ ચોરીના કેસમાં એકની ધરપકડ

હળવદના ચરાડવા પંથકમાં તસ્કરોએ એક વાડીની ઓરડીના તાળા તોડી અંદાજે રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમતના કોપર કેબલ વાયરની ચોરી કરી હતી. આ ચોરીના કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

મોરબીના રવાપર રોડ પર રહેતા લાલજીભાઇ અણદાભાઇ સવસાણીની હળવદના કડીયાણા-ચરાડવા ગામની ‘બાર બોર’ તરીકે ઓળખાતી સીમમાં આવેલી વાડીમાંથી મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો ૬ એમ.એમ.નો આશરે ૧૬૦૦ ફૂટ લાંબો સબમર્સિબલ મોટરનો કોપર કેબલ વાયર ચોરી કરી ગયા હતા. અંદાજે એક લાખની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની જાણ થતા લાલજીભાઇએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી થયેલ કોપર વાયર સાથે કેશુ ઉકાભાઈ રાઠોડ (રહે સુસવાવ)નામના શખ્સને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.