પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું

 

સંસ્કૃત ભાષાના વિકાસ માટે સંસ્કૃત બોર્ડ , ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના સહકારથી રાજયમા ‘ યોજનાપંચકમ્ ‘ અમલમાં મુકાયું છે. જેના અંતર્ગત ગીતા તથા સુભાષિતોના જ્ઞાન ને પ્રોત્સાહન આપવામા આવી રહ્યુ છે.આ યોજનામાં 100 સુભાષિતો યાદ કરનારને ‘  शतसुभाषितपंडित : ‘ એવોર્ડ આપવામાં આવે છે.

 

આ વર્ષે રાજયભરમાંથી 100 જેટલા પ્રતિભાશાળી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળાના શિક્ષિકા એવા વીણાબેન મેહુલભાઇ દલસાણિયા (દેસાઈ)એ સ્પર્ધામાં ભાગ લઇ સફળતા મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર સ્થિત લોકભવનમાં આયોજિત રાજય કક્ષાના સમારોહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સરના હસ્તે વીણાબેન દલસાણિયા (દેસાઈ)ને ‘ શત સુભાષિત પંડિત ‘ જેવી પ્રતિષ્ઠિત ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

 

Leave A Reply

Your email address will not be published.