માળિયાના વિદરકા ગામે ગામમાં વાતો ફેલાવવા બાબતે બે જૂથ બાખડ્યા, સામસામી ફરિયાદ



વિદરકા ગામમાં પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ આરોપીની વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખી મારામારી કરી યુવાનને લાકડના ધોકા વડે માર મારી ઈજા કરી હતી તેમજ સામાપક્ષે દારૂના કેસ બાબતે ન્યુઝમાં આવેલ ખબર બાબતે ખોટી અફવાઓ ફેલાવી પૂછપરછ કરવા બાબતે મારામારી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે માળિયા (મી.) પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મૂળ માળિયા તાલુકાના વિદરકા ગામ હાલ મોરબી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વિશાલ મનસુખ બાબરિયા (ઉ.વ.૨૨) વાળાએ આરોપીઓ અનીલ નીલેશ થરેશા, રાકેશ નીલેશ થરેશા, અજય રમેશ થરેશા અને ગેલા રમેશ થરેશા રહે બધા વિદરકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અનીલ પ્રોહીબીશન ગુનામાં પકડાયો હતો અને તેની વાતો ફરિયાદી ગામમાં કરતો હોય તે બાબતનો વહેમ રાખી બોલાચાલી કરી ઝપાઝપી કરી તેમજ અન્ય ઇસમોએ લાકડાના દોહ્કા વડે માર મારી ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો
સામાપક્ષે અનીલ નીલેશભાઈ થરેશાએ આરોપીઓ વિશાલ મનસુખ બાબરિયા, અમિત મનસુખ બાબરિયા, રાજદીપ નાનજી બાબરિયા રહે બધા વિદરકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિશાલ બાબરિયા અગાઉ દારૂના કેસ બાબતે ન્યુઝમાં આવેલ ખબર બાબતે ફરિયાદીની ખોટી અફવાઓ ફેલાવી પૂછપરછ કરતો હતો જેથી ખોટી અફવાઓ ન ફેલાવવા જણાવતા બોલાચાલી કરી ત્રણેય ઇસમોએ લાફો મારી પગમાં ધોકા મારી તેમજ ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે