માળિયાના સરવડ ગામના યુવાનનો મોબાઈલ ફોન હેક કરી રૂ ૧.૭૬ લાખની ઠગાઈ





સરવડ ગામના વાણંદ યુવાનનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા ઇસમેં બે ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂ ૧.૭૬ લાખની રકમ ઉપાડી ઠગાઈ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા ચિરાગભાઈ અશોક્ભાઈ અઘારા નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૨-૦૮-૨૬ ના સાંજે સાતેક વાગ્યાથી તા. ૨૮-૦૮-૨૬ ના ચારેક વાગ્યા દરમીયાન અજાણ્યા ઇસમ ફરિયાદી યુવાનનો મોબાઈલ ફોન હેક કરી બેંક ઓફ બરોડા બેંક ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂ ૧,૭૬,૦૦૦ ની રકમ જાણ બહાર મેળવી લઈને યુવાન સાથે ઠગાઈ કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
