ધનાળા ગામે રામાધણી યુવા ગ્રુપ દ્વારા ડીપીએલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

હળવદ તાલુકા ની છ ટીમો  રમશે, સમગ્ર ટુર્નામેન્ટ આઇપીએલના ફોર્મેટ રમાશે

 

 

હળવદ તાલુકાના ધનાળા ગામે રામદેવપીર મંદિરના લાભાર્થે રામાધણી યુવા ગ્રુપ દ્વારા ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું  છે આ ટુર્નામેન્ટમાં હળવદ તાલુકાની જુદી જુદી એ  છ ટીમો ભાગ લીધો છે

 

રણજીતગઢ હરિકૃષ્ણ ધામના મહંત સદગુરુ સ્વામીના વરદ હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાન અને હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ શહેર ભાજપ પ્રમુખ યશ પટેલ, અનુપસિંહ, શક્તિસિંહ.કેતનભાઈ દવે.અશોક પ્રજાપતિ. સહિતનાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજનો પ્રથમ રાઉન્ડ અને જયશ્રી ઇલેવન કેદારીયા વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં ક્રિષ્ના ઇલેવન વિજેતા થઈ હતી. નાના એવા ધનાળા ગામમાં ડીપીએલ  નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જાજરમાન પેલેસ આયોજન કરવામાં આવ્યું હતું.. સમગ્ર ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે રામાધણી યુવા ગ્રુપ અને ઓમભાઈ દ્વારા ભારે જહેમત  ઉઠાવવામાં આવી હતી.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.