


ઢુવા માટેલ રોડ પર આવેલ બે અલગ અલગ દુકાનમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરનાર બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે રૂ ૨.૫૭ લાખનો મુદામાલ કબજે લીધો છે અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઢુવા માટેલ રોડ પર આવેલ પ્રયાગ પ્લાઝા ૨ ચેમ્બર, મહાદેવ કિરાણા ભંડાર નામની દુકાન તેમજ રોલ સ્ટાર સિરામિક સામે ખોડીયાર ૨ ચેમ્બર, ઉમિ ગેસ એજન્સીમાં ગેસ રીફીલીંગ કામગીરી થતી હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી બંને ઇસમોએ પોતાની દુકાનમાં ગેસ જવલનશી પદાર્થ હોય અને માનવ જિંદગી જોખમાય તેમ જાણવા છતાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરી પોતાની અને અન્યની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરતા મળી આવ્યા હતા
એસઓજી ટીમે મહાદેવ કિરાણા ભંડાર નામની દુકાનમાંથી કુલ ખાલી બાટલા નંગ ૮૧ કીમત રૂ ૧,૫૪,૦૦૦ અને નાના મોટા ભરેલા બાટલા ૧૨ નંગ કીમત રૂ ૨૧,૦૦૦ ગેસ રીફીલીંગ માટે મોટર અને નળી નોઝલ સાથે ૧ કીમત રૂ ૫૦૦૦, વજન કાંટો, નાના મોટા પાનાં નંગ ૫ અને અન્ય સાધનો સહીત કુલ રૂ ૧,૮૨,૪૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપીઓ અયાજ અબ્દુલકરીમ મેમણ અને અમીન અબ્દુલકરીમ મેમણ રહે બંને વાંકાનેર ગુલશનપાર્ક સોસાયટી વાળાને ઝડપી લીધા છે
તેમજ ઉમિ ગેસ એજન્સી દુકાનમાંથી ૨૯ ખાલી બાટલા કીમત રૂ ૫૮,૦૦૦, ભરેલા બાટલા નંગ ૫ કીમત રૂ ૧૦,૦૦૦ ગેસ રીફીલીંગ માટેના સાધનો મળીને રૂ ૭૫,૪૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

