હળવદના રાયસંગપુર ગામે વાડીના રસ્તા મામલે બઘડાટી અંગે સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી

            હળવદ તાલુકાના રાયસંગપુર ગામમાં વાડીના રસ્તે ચાલવા બાબતે બોલાચાલી બાદ બઘડાટી બોલી ગઈ હતી જે મારામારી પ્રકરણમાં સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

            હળવદ જૂની મામલતદાર કચેરી સામે ગોકુલનગરના રહેવાસી સંજય નરશીભાઈ ચાવડા (ઉ.વ.૩૩) વાળાએ આરોપીઓ મનજીભાઈ છગનભાઈ સોનગ્રા, દેવુબેન મનજીભાઈ સોનગ્રા, ગીતાબેન મેહુલભાઈ સોનગ્રા, મેહુલ ઈશ્વરભાઈ સોનગ્રા, સવજી છગનભાઈ સોનગ્રા, જગદીશ થોભણભાઈ સોનગ્રા રહે બધા હળવદ મોરબી દરવાજા કૃષ્ણનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સહિતના પરિવારના સભ્યો વાડીનો આવવા જવાનો રસ્તો ખુલ્લો કરતા હતા ત્યારે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો લઈને આવી ગાળો આપી લાકડાના ધોકા વડે ફરિયાદી અને અન્યને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

  

Leave A Reply

Your email address will not be published.