




ટંકારાના અમરાપર રોડ પર જાહેરમાં વરલી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૯૪૮૦ જપ્ત કરી છે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા સરકારી હોસ્પિટલ સામે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં વરલી જુગાર રમતા ગુલામદસ્તગીર બાબુશા શાહમદાર, રાજેશ ઘોઘાભાઈ વાઘાણી અને નવઘણ મોનાભાઈ રબારી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૯૪૮૦ જપ્ત કરી છે આરોપી આદમ ઉર્ફે આદુ ઇશા અબરાણીનું નામ ખુલતા ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
