વિરપર-લીલાપર માર્ગને “સ્વ. શ્રી ઓ.આર. પટેલ માર્ગ” નામ આપવા અને પ્રતિમા મુકવાના નિર્ણય બદલ સમગ્ર અજંતા પરિવાર તેમજ સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા વ્યક્ત કરાયેલો હૃદયપૂર્વકનો આભાર

 

પાટીદાર સમાજના ભામાશા, મહાન ઉદ્યોગપતિ, શિક્ષણવિદ્, સ્ત્રી સશક્તિકરણના હિમાયતી, વિશ્વવિખ્યાત અજંતા બ્રાન્ડના સ્થાપક, જળસંચય અને વોટરશેડ યોજનાના પ્રખર પ્રણેતા એવા સમાજના ભીષ્મપિતામહ સ્વ. શ્રી ઓધવજીભાઈ રવજીભાઈ ભાલોડિયા (સ્વ. શ્રી ઓ.આર. પટેલ સાહેબ) ના સેવાકાર્યોની કદરરૂપે જિલ્લા પંચાયત – મોરબી દ્વારા વિરપરથી લીલાપર નવનિર્મિત રોડને “સ્વ. શ્રી ઓ.આર. પટેલ માર્ગ” તરીકે નામાંકિત કરવામાં આવેલ છે. તથા આ માર્ગ પર તેમની પ્રતિમા મુકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

​આ ગૌરવપૂર્ણ નિર્ણય બદલ તથા માર્ગ પર પ્રતિમા મુકવા અને “સ્વ. શ્રી ઓ.આર. પટેલ માર્ગ” નામ આપવા માટે સહકાર અને સમર્થન આપવા બદલ જયસુખભાઈ પટેલ ફેમિલી, સમગ્ર અજંતા પરિવાર તેમજ સમગ્ર ભાલોડીયા પરિવાર આ બધા મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેમાં સંસદ સભ્યઓ વિનોદભાઈ ચાવડા (કચ્છ-મોરબી),  પરષોત્તમભાઈ રૂપાલા (રાજકોટ) અને કેસરીદેવસિંહજી ઝાલા (રાજ્યસભા) — તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સંસદ સભ્ય  મોહનભાઈ કુંડારિયાનો સમાવેશ થાય છે.

​                આ ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા (મોરબી), દુર્લભજીભાઈ દેથરિયા (ટંકારા), જીતુભાઈ સોમાણી (વાંકાનેર) અને પ્રકાશભાઈ વરમોરા (ધ્રાંગધ્રા-હળવદ), પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય તેમજ નિવૃત્ત કલેક્ટર બાબુલાલ ઘોડાસરાનો પણ આ પ્રતિમા મુકવા અને માર્ગના નામાંકરણ બદલ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Leave A Reply

Your email address will not be published.