મોરબીમાં જૈનોના ચાતુર્માસ પૂર્ણાહુતિ સાથે ગુરુદેવ સંત સતીજીઓના વિહાર 

 

શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘ તથા એમ.પી. શેઠ પ્લોટ પૌષધ શાળા ના આંગણે સંયુક્ત ચાતુર્માસ કરવા પધારેલ લીમડી અજરામર સંપ્રદાય ના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ. પૂ. ગુરૂદેવ શ્રી નિરંજન મુનીજી તથા પૂ. ગુરુદેવ શ્રી ચેતન મુનિજી (બંધુ બેલડી) તેમજ પૂ. શ્રી કોમલકુમારી મહાસતીજી અને પૂ. શ્રી એકતાકુમારીજી મહાસતીજી નું અમૂલ્ય ચાતુર્માસ પ્રાપ્ત થયું હતું. પૂ. ગુરૂદેવ ૩૭ વર્ષે મોરબી ચાતુર્માસ કરવા પધારેલ હોઈ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદ ની લાગણી ફેલાયેલી હોય.

ગત રવિવારે તા.૨૨ ના “સંયમ સ્પર્શ”  કાર્યક્રમ રાખવામાં આવેલ, ઍટલે કે મુનિ જીવન ના એક નાનકડો અનુભવ,  વિગેરે કાર્યક્રમ માં ખુબજ માટી સંખ્યામાં બને સંઘ ના ટ્રસ્ટીઓ તથા યુવક મંડળ ના સભ્યો તથા પુત્રવધૂ મંડળ, મહિલા મંડળના બહેનો સહિત શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા.

વળામણું એટલે કે ચાતુર્માસ પરિવર્તન.પ્લોટ તથા સોની બજાર  બંને શ્રી સંઘ નું સંયુક્ત વળામણું… તા. ૨૫, બુધવાર ના રોજ  રાખવામાં આવેલ. ગુરુદેવના ચાર માસના સ્થિરવાસ દરમિયાન પ્લોટ તથા સોની બજાર બંને સંઘોમાં અનેકવિધ ભવ્ય કાર્યક્રમ તથા તપશ્ચર્યા ઓ કરવામાં આવેલ. જેવી કે જૈનશાળાના બાળકોની જ્ઞાન શિબિર, મહિલા મંડળ તથા પુત્રવધૂ મંડળની બહેનો માટે સ્પર્ધાત્મક ધાર્મિક પરિક્ષા, નાટકો, નૃત્ય નાટિકા, સ્કૂલના દિવસોની યાદો સાથેની સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ થઈ મોટી ઉંમરની બહેનો દ્વારા સુંદર સંગીતમય કાર્યક્રમ સાથે ગુરુદેવના જન્મ દિવસ ની ખાસ ઉજવણી કરવામાં આવેલ તેમજ ગોકુલ આઠમમાં મટકી ફોડની તેમજ નવરાત્રીમાં ધાર્મિક પ્રતિક્રાત્મક ઉજવણી કરવામાં આવેલ. બેસતા વર્ષનું ખુબ જ પ્રભાવશાળી મહામંગલિક ગુરુદેવના મુખેથી સંભળાવવામાં આવેલ

આમ ચાતુર્માસ માં ચાર મહિના સતત ભક્તિમય માહોલ માં સમસ્ત જૈન સમાજ ના દરેક ભાઇઓ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે ગુરુદેવ તથા મહાસતિજીઓના વિદાય સમયે લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા. અને વિદાઈને અનુરૂપ વકતવ્ય સંઘ દ્વારા કરવામાં આવેલ. અને હાજર બધા માટે નવકારશી રાખવામાં આવેલ એક સંયુકત યાદીમાં જણાવેલ છે.

 

Leave A Reply

Your email address will not be published.