માળિયામાં થયેલ ફાયરીંગ અને હત્યા મામલે ૨ આરોપી ઝડપાયા




માળિયા મિયાણા શહેરમાં ૧૦ દિવસ અગાઉ મોડી રાત્રીના ધંધાની માથાકૂટનો ખાર રાખીને ફાયરિંગ કરી એક આધેડની હત્યા કરવામાં આવી હતી જે મામલે માળિયા પોલીસે છ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા (મી.) માં ગત તા.૧ ની મોડી રાત્રે ફાયરિંગ કરી આધેડની હત્યા કરવામાં આવી છે જેમાં હૈદર મોવર નામના વ્યક્તિનું મૃત્યુ નીપજયુ હતું જે મામલે માળિયા પોલીસમાં મૃતકના પત્ની સાઈનાબેન હૈદરભાઈ મોવરે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી આરોપી ઇલીયાસ મુસાભાઈ મોવર અને શફીર મુસાભાઈ મોવર સાથે ધંધા બાબતે મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી આરોપી ઇલીયાસના કહેવાથી આરોપી શફીર તથા અન્ય ચાર અજાણ્યા માણસો એ કાવતરું રચી આરોપી શફીર તથા અન્ય ચાર અજાણ્યા માણસો શિફ્ટ જેવી કાળા કલરની ગાડીમાં આવી આરોપી શફીરે બંદુક જેવા હથિયાર વડે મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરતા હૈદરભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
માળિયા પોલીસની તપાસ દરમિયાન આરોપી સફીરભાઈ મુસાભાઈ મોવર રહે-હાલ મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક અને આરોપી મયુદીનભાઈ મહેબુબભાઈ કટિયા રહે- હાલ માળિયા મી. વિશાલા હોટલ પાછળ વાડી વાળાને ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર થયા છે તો અને ગુનામાં વપરાયેલ હથિયાર અને મોબાઈલ ફોન કબજે કર્યું હોવાની માહિતી માળિયા મી. પોલીસ મથકના પી આઈ રાકેશ પટેલે આપી હતી