


મોરબીના બરવાળા ગામ નજીક પુરપાટ જતા ડમ્પર ચાલકે બોલેરોને ટક્કર મારતા બોલેરોમાં સવાર શ્રમિક પરિવારના બે સગા ભાઈઓ સહીત ત્રણ વ્યક્તિના મોત થયા હતા તેમજ અન્ય સગા સંબંધીઓને ઈજા પહોંચી હતી જે અકસ્માતના બનાવ મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના પીપળી ગામે ભાડાની ઓરડીમાં રહેતા સહાદરભાઈ રૂમાલભાઈ મોહનીયા (ઉ.વ.૩૫) વાળાએ ડમ્પર જીજે ૨૬ ટી ૪૮૭૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેમજ તેના સભા ભાઈઓ તથા પત્ની અને અન્ય સગા સંબંધિઓને બોલેરો જીપ એમપી ૩૦ સી ૪૪૧૮ વાળીમાં બેસાડી જતા હતા ત્યારે મોરબીના બરવાળા ગામ નજીક નવલખી રોડ પર ડમ્પર ચાલકે પોતાનો ડમ્પર ટ્રક રોંગ સાઈડ ચલાવી બોલેરો જીપ સામે અથડાવી અકસ્માત કર્યો હતો
જે અકસ્માતમાં ફરિયાદીના બે ભાઈ મહેન્દ્ર રૂમાલ મોહનીયા (ઉ.વ.૪૩) અને દિનેશ રૂમાલ મોહનીયા (ઉ.વ.૨૭) તેમજ ફરિયાદીના બનેવી શંકર પુનસિંગ અજ્નાર (ઉ.વ.૩૬) વાળાને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યા હતા તેમજ બોલેરોમાં સવાર મહિલાઓ સહીત અન્ય ૯ ને નાની મોટી ઈજા પહોંચાડી ડમ્પર સ્થળ પર મૂકી ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે