હળવદના શ્રી નકલંક ગુરુધામ ખાતે સૌપ્રથમવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

દશેરાના પાવન પર્વે ૨૨ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં;

 

 

હળવદના શક્તિનગર ખાતે આવેલા શ્રી રામદેવપીર મંદિર નકલંક ગુરુધામમાં સૌપ્રથમવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દશેરાના પાવન પર્વે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ૨૨ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડીને નવજીવનનો પ્રારંભ કર્યો હતો. ધાર્મિક માહોલ, મંગલમય વિધિઓ અને સંતો-મહંતોના આશીર્વાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક એકતા, સમરસતા અને સેવા ભાવનાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.

શ્રી નકલંક ગુરુધામ સર્વજ્ઞાતિ સેવા સમિતિ અને ભક્ત મંડળના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નવિધિની વિવિધ ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. ૨૨’યુગલોના હસ્તમેળાપ સહિતની લગ્નવિધિઓ સંપન્ન થઈ હતી અને ઉપસ્થિત મહાનુભાવો, સંતો તથા આગેવાનોએ નવદંપતીઓને સુખી દાંપત્યજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવથી સામાજિક સમરસતાનો સંદેશ,આ સમૂહ લગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો. સર્વજ્ઞાતિના યુગલોને એક મંચ પર લાવીને યોજાયેલા આ આયોજનને સામાજિક સેવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યક્રમમાં સેવા અને સહકારની ભાવના જોવા મળી હતી.સંત સમિતિના પ્રદેશ પ્રવક્તા તરીકે નકલંગ ગુરુધામના મહંત શ્રી દલસુખરામ  મહારાજ ની નિમણૂક થવા  બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે પ્રભુચરણદાસજી મહારાજ તથા પીપળીધામના મુખી મહારાજ ,પ્રજાપતિ સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ સહિતના આગેવાનો અને ભક્તોએ ઉપસ્થિત હતા,લગ્નવિધિ અને આશીર્વચન સમારોહ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો તથા સમાજના અગ્રણીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવદંપતીઓને સુખી અને સમૃદ્ધ દાંપત્યજીવનની શુભકામનાઓ સાથે વિદાય આપવામાં આવી હતી.

શ્રી નકલંક ગુરુધામ સર્વજ્ઞાતિ સેવા સમિતિ અને યોગી બાપુ,તથા  ભક્ત મંડળના આ સેવાભાવી આયોજનથી હળવદ પંથકમાં સામાજિક એકતા અને માનવસેવાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસર્યો હતો. દશેરાના શુભ પર્વે ૨૨ યુગલોના જીવનની નવી શરૂઆત સાથે યોજાયેલો આ સમૂહ લગ્નોત્સવ યાદગાર બની રહ્યો હતો.

 

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.