બરવાળા નજીક ટ્રક અને બોલેરો અકસ્માત, વધુ એકનું મોત થતા કુલ મૃત્યુ આંક ત્રણ થયો

 

મોરબી પીપળીયા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં શ્રમિકોથી ભરેલી બોલેરો ગાડી સાથે ટ્રક અથડાતા બોલેરોમાં સવાર મહિલાઓ સહીત ૧૨ શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી જે ઈજાગ્રસ્ત પૈકી ૨ શ્રમિકના મોત થયા છે તો હજુ પણ ૧૦ વ્યક્તિઓ સારવાર હેઠળ છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બરવાળા ગામ નજીક બોલેરો ગાડી અને ટ્રક અથડાયા હતા જે અકસ્માતમાં મહેન્દ્ર રૂમાલભાઈ મોવેલ (ઉ.વ.૪૩), શંકર પુનસિંગ અજ્નાર (ઉ.વ.૩૬), અક્ષર સાગર મોવેલ (ઉ.વ.૧૧), લાલો વાસ્કેલ (ઉ.વ.૧૭), અમર મોવેલ (ઉ.વ.૩૨), બાબુ મોવેલ (ઉ.વ.૩૫), રાધિકા મોવેલ (ઉ.વ.૨૨), ગરબાર સજન વાસુનીયા (ઉ.વ.૩૫) રાકેશ રૂમાલ મોવેલ (ઉ.વ૩૨), ભગડીબેન મોહનીયા (ઉ.વ.૨૫), દિનેશ (ઉ.વ.૩૦) અને શેખરભાઈ (ઉ.વ.૩૦) એમ મહિલાઓ સહીત ૧૨ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી

 

ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જે ઈજાગ્રસ્ત પૈકી મહેન્દ્ર મોવેલ અને શંકર અજ્નાર એમ બે શ્રમિકો રહે ચાચાવદરડા માળિયા વાળાના મોત થયા છે જયારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોય જે પૈકી દિનેશ રૂમાલભાઈનું પણ મોત થતા અકસ્માતમાં મૃત્યુ આંક ત્રણ પર પહોંચી ગયો છે

Leave A Reply

Your email address will not be published.