મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવોમાં ચાર મહિલાઓ સહીત છ વ્યક્તિના મૃત્યુ મામલે તપાસ

મોરબી જીલ્લામાં યમરાજા જાણે ડેરા તંબુ તાણીને બેસી ગયા હોય તેમ ચાર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં છ વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો મામલે વધુ તપાસ હાથ ધરી છે

પ્રથમ બનાવમાં મોરબીના જોધપર નદી ગામના રહેવાસી તમન્નાબેન આશિષભાઈ નીનામા (ઉ.વ.૨૨) નામની પરિણીતાનું તા. ૨૧ ના રોજ કોઈ કારણોસર મોત થયું હતું મૃતક તમન્નાબેનનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે અને એક મહિના પૂર્વે ડીલેવરી થઇ હતી પરિણીતાના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મૂળ એમપી હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની નેક્સ ટાઈલ્સ વરમોરા કારખાનામાં કામ કરતા સાલુકોલ રાજપાલ રાવત (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ કોઈ કારણોસર ઓરડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો મૃતકનો લગ્નગાળો ચાર વર્ષનો છે અને પોતાના પતિ તેમજ ભાઈ સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે

 

ત્રીજા બનાવમાં વાંકાનેરના રંગપર ગામની સીમમાં કારખાનાની દીવાલ પાસેથી અજાણી સ્ત્રી આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે ચોથા બનાવમાં મૂળ બિહારના વતની હાલ ટંકારા તાલુકાના નસીતપર ગામે યામિ પોલીપેક કારખાનામાં કામ કરતા સુમિતકુમાર સોનેલાલ શર્મા (ઉ.વ.૧૬) નામનો સગીર માનસિક અસ્વસ્થ હોય અને એકલવાયું જીવન જીવતો હતો તેમજ આર્થિક સ્થિતિ નબળી હોવાથી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

 

પાંચમાં બનાવમાં હળવદ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં આવેલ તાલુકા સ્પોર્ટ્સ સંકુલ સામે અજાણ્યા પુરુષ આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળાને હાર્ટ એટેક આવતા મોત થયું હતું છઠ્ઠા બનાવમાં હળવદના ભવાનીનગર ઢોરો પાસે રહેતા જાગૃતિબેન સંજયભાઈ મુંધવા (ઉ.વ.૩૨) માસીના ઘરે બોલાવવાનો પ્રસંગ આવતો હતો અને પતિ પાસે પૈસા માંગ્યા હતા પરંતુ પતિ પાસે સગવડ ના હોવાથી થોડા દિવસ બાદ જવાનું કહેતા પરિણીતાએ હળવદ રાતકડી હનુમાન મંદિર જવાના રસ્તે નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું

Leave A Reply

Your email address will not be published.