મોરબીમાં હોટેલ-રેસ્ટોરન્ટ અને કોમર્શીયલ એકમોએ ભીના-સુકા કચરા માટે અલગ ડસ્ટબિન ફરજીયાત
કોમર્શિયલ એકમો, દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળોએ ભીનો કચરો અને સૂકો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં રાખી કચરા વર્ગીકરણ માટે ડસ્ટબિન રાખવી ફરજિયાત.


Solid Waste Management Rules, 2026 અંતર્ગત મોરબી શહેરના તમામ કોમર્શિયલ વિસ્તારો, વેપારી એકમો, દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ, સંસ્થાઓ તથા ધાર્મિક સ્થળોએ પોતાના સ્થળે ઉત્પન્ન થતા ઘન કચરાના યોગ્ય સંગ્રહ અને સ્ત્રોતે જ કચરાના વર્ગીકરણ માટે જરૂરી ડસ્ટબિન રાખવી ફરજિયાત છે.
તમામ વેપારી તથા વ્યાપારી એકમો તેમજ ધાર્મિક સ્થળોના સંચાલકોએ ભીનો કચરો અને સૂકો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં રાખી, મોરબી મહાનગરપાલિકાની કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા મુજબ કચરો સોંપવાનો રહેશે. જો કોઈ એકમ દ્વારા નિયમ મુજબ ડસ્ટબિન રાખવામાં નહીં આવે, જાહેર સ્થળે કચરો નાખવામાં આવશે, કચરાનું યોગ્ય વિભાજન કરવામાં નહીં આવે અથવા ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો Solid Waste Management Rules, 2026 તથા લાગુ પડતા સ્થાનિક મહાનગરપાલિકાના બાયલોઝ/કાયદાની જોગવાઈઓ હેઠળ નોટિસ, દંડ તેમજ અન્ય દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ સંબંધિત વેપારીઓ, સંસ્થાઓ તથા ધાર્મિક સ્થળોના સંચાલકોને પોતાના વ્યવસાયિક/ધાર્મિક સ્થળે જરૂરી ડસ્ટબિન ફરજિયાત રાખી, ભીનો અને સૂકો કચરો અલગ રાખવા તથા ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચિત કરવામાં આવે છે.