મોરબી માર્કેટિંગ યાર્ડની મત ગણતરી :  વેપારી વિભાગની ૪ બેઠકોના પરિણામ જાહેર

 

મોરબી માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે બુધવારે મતદાન થયા બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી અને વેપારી વિભાગની ૪ બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે

 

વેપારી વિભાગની ૨ બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલના સભ્યો અને ૨ બેઠક પર સહકાર પેનલના ઉમેદવારો વિજેતા થયા છે કોંગ્રેસ પ્રેરિત પેનલના બાવરવા ઘનશ્યામભાઈ જયંતીભાઈ અને ભાડજા બાબુલાલ રૂગનાથભાઈ વિજેતા જાહેર થયા છે તેમજ સહકાર પેનલમાં કાવર સુરેશભાઈ જીવરાજભાઈ અને બરાસરા રાજેશભાઈ દામજીભાઈ વિજેતા થયા છે વેપારી વિભાગમાં ગત ટર્મમાં કોંગ્રેસે ૩ બેઠકો પર જીત મેળવી હતી તો આ ટર્મમાં માત્ર બે બેઠકો કોંગ્રેસ પ્રેરિત પેનલને ફાળે ગઈ છે

Leave A Reply

Your email address will not be published.