

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે અકસ્માત માટે જાણીતો છે અવારનવાર હાઇવે પર અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ લેવાય છે અને ડમ્પરોનો ત્રાસ સમગ્ર મોરબી જીલ્લામાં જોવા મળે છે પુરપાટ દોડતા ડમ્પર અનેક વખત અકસ્માત સર્જતા હોય છે જેમાં લાલપર ગામ નજીક પુરપાટ જતા ડમ્પર ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા મોત થયું હતું
અકસ્માતના બનાવ અંગે સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક પુરપાટ વેગે જતા ડમ્પર ચાલકે રાહદારી યુવાનને ટક્કર મારી હતી અને યુવાનને અડફેટે લીધા બાદ ૪૦ ફૂટ સુધી ઢસડયો હતો અને યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું બનાવને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી
મોરબી વાંકાનેર હાઈવે, હળવદ પંથક અને મોરબીના નવલખી હાઈવે પર બેફામ દોડતા ડમ્પર અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને બેફામ દોડતા ડમ્પર નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવો પડે છે પરંતુ જવાબદાર તંત્ર સબ ઠીક હે નાં રાગ આલાપ્તું રહે છે અને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ના હોવાથી અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે