વાંકાનેરના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો

 

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે પાનની દુકાન પાછળથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૨૨૪ બોટલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સ્મશાન પાસે પાનની દુકાન પાછળ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી કણકોટ ગામના સ્મશાન પાછળ જાહેર જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ કીમત રૂ ૧૫,૨૭૫ અને નાની બોટલ નંગ ૨૦૨ કીમત રૂ ૨૫,૨૫૦ સહીત કુલ રૂ ૪૦.૫૨૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી અર્જુનસિંહ ગીરીરાજસિંહ ઝાલા (ઉ.વ.૩૪) રહે કણકોટ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.