

હળવદ તાલુકાના રાયસંગપુર ગામમાં વાડી જવાના રસ્તે જેસીબીથી પાળો બાંધવા બાબતે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી ગઈ હતી ધોકા, ધારિયા વડે સામસામે મારામારી કર્યા બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
હળવદ ખારીવાડી રામનગરના રહેવાસી જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રાએ આરોપીઓ ઘનશ્યામભાઈ કરશનભાઈ સોનગ્રા, સંજય ઘનશ્યામભાઈ સોનગ્રા, પ્રવીણ ઘનશ્યામભાઈ સોનગ્રા અને કૌશલ રમેશભાઈ સોનગ્રા રહે બધા હળવદ મહાદેવનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ રાયસંગપુર ગામની સીમમાં ફરિયાદીની વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફરિયાદી સહિતનાઓને જમીન પર પાળો ના બાંધવા કહીને ગાળો અપાઈ ઢીકા પાટું અને ધોકા વડે માર મારી ધારિયાથી મુંઢ માર મારી ઈજા કરી હતી
સામાપક્ષે સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રાએ આરોપીઓ જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રા, યોગેશભાઈ જયંતીભાઈ સોનગ્રા, રણછોડભાઈ અમરશીભાઈ સોનગ્રા અને નીતિનભાઈ રણછોડભાઈ સોનગ્રા રહે બધા હળવદ ખારીવાડી રામનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની જમીને ચાલવાના રસ્તે જેસીબીથી પાળો બાંધતા હોવાથી પાળો ના કરવા કહેતા આરોપીઓએ ગાળો આપી હાથમાં રહેલ સોરીયાથી મુંઢ માર મારી ઈજા કરી તેમજ પાવડો અને ધોકો લઈને આવી ઝઘડો કર્યો હતો હળવદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે