

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અરજદારોના ખોવાયેલા ૧૦.૩૧ લાખની કિમતના ૩૬ મોબાઈલ ફોન તેમજ રીક્ષામાં ભુલાઈ ગયેલ રોકડ રૂ ૯૬ હજાર મળીને કુલ રૂ ૧૧.૨૭ લાખનો મુદામાલ અરજદારોને પરત સોપ્યો હતો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા ceir પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું જેને પગલે કુલ ૩૬ મોબાઈલ કીમત રૂ ૧૦,૩૧,૦૦૦ અને રીક્ષામાં ભૂલાય ગયેલ રોકડ રૂ ૯૬,૦૦૦ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢવામાં સફળતા મળી હતી જે મોબાઈલ અને રોકડ મળીને કુલ રૂ ૧૧,૨૭,૦૦૦ નો મુદામાલ અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી