

ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલ રાઘવ પોલીમર્સ કારખાનામાં જુગાર રમતા કુલ સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨.૨૩ લાખ સહીત કુલ રૂ ૨.૯૩ લાખનો મુદામાલ કબ્જે લીધો છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મીતેશભાઇ દિનેશભાઈ પટેલ રહે મોરબી રવાપર રોડ બોની પાર્ક વાળા પોતાના લજાઈ સબ સ્ટેશન વાળા રસ્તે આવેલ પવનસુત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ રાઘવ પોલીમર્સ કારખાનાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે
જેથી ટીમે રેડ કરી હતી જુગાર રમતા મિતેશ દિનેશભાઈ અઘારા, ગૌરવ નથુભાઈ વરમોરા, દિવ્યેશ ઈશ્વરભાઈ પાડલીયા, વિકાસ હેમરાજભાઈ રાણીપા, રવિકુમાર અમૃતલાલ વાઘડીયા, વિપુલ ખીમજીભાઈ અમૃતિયા અને ભાવેશ મનુભાઈ જગોદરા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૨,૨૩,૨૦૦ અને ૭ મોબાઈલ કીમત રૂ ૭૦,૦૦૦ સહીત કુલ રૂ ૨,૯૨,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે