

શહેરના જકાતનાકા પાસેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઇસમને ઝડપી લઈને પોલીસે ૬૦૦ લીટર દેશી દારૂ અને કાર સહીત ૬.૨૫ લાખનો મુદામાલ કબજે લીધો છે મહિલા આરોપી સહીત બેના નામ ખુલતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હાઈવે પર જીનપરા જકાતનાકા પાસેથી બનેલો કાર જીજે ૩૬ એપી ૯૨૫૧ વાળી રોકી તલાશી લેતા ૬૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧,૨૦,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીઓ હિમાંશુ જશવંત સોલંકી રહે સો ઓરડી મોરબી વાળાને ઝડપી લઈને ૧.૨૦ લાખનો દેશી દારૂ, કાર કીમત રૂ ૫ લાખ અને એક મોબાઈલ મળીને કુલ રૂ ૬,૨૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપીઓ કિશન કોળી રહે ચિરોડા તા. ચોટીલા અને આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટિયા રહે માળિયા વનાળીયા મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે