વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન

 

વિશ્વ રક્તદાતા દિવસના અવસરે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું તેમજ મોરબીના અન્ય રક્તદાતાઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.

 

યુવાશક્તિ ગ્રુપ મોરબી છેલ્લા ઘણા વર્ષોથી “હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન” અભિયાન હેઠળ 24×7 સેવા આપી રહ્યું છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં જ્યારે પણ કોઈ દર્દીને તાત્કાલિક રક્તની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ગ્રુપના સ્વયંસેવકો દિવસ-રાત નિઃસ્વાર્થ ભાવથી રક્તદાતાઓને જોડીને જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાનું કાર્ય કરે છે.

કાર્યક્રમ દરમિયાન નવા રક્તદાતાઓને નિયમિત રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. રક્તદાનથી સમાજને થતા લાભો ઉપરાંત રક્તદાતાના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાશક્તિ ગ્રુપ દ્વારા સમાજના વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને રક્તદાન જેવી મહાન સેવામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકે અને વધુ જીવ બચાવી શકાય.

 

– યુવાશક્તિ ગ્રુપ મોરબી

મો. : ૯૩૪૯૪ ૯૩૬૯૩

Leave A Reply

Your email address will not be published.