


મોરબી જીલ્લામાં વાંકાનેરમાંથી SMC ટીમે લાખોનો દારૂ ઝડપી લીધા બાદ ભુજ સરહદી રેંજ ટીમે મોરબી જીલ્લામાંથી મોટો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો માળિયા-હળવદ હાઈવે પરથી જતા આઈસર ટ્રકને આંતરી લઈને આઈસર ટ્રકમાંથી ૩૨.૮૪ લાખના દારૂ સહીત ૫૨.૮૯ લાખનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે
મોરબી જીલ્લાનો ભુજ સરહદી રેંજમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સરહદી રેંજ ટીમ મોરબી જીલ્લામાં કાર્યરત પણ થઇ ચુકી છે ગત તા. ૧૯ ના મોડી સાંજે નાસતા ફરતા સ્કવોડ, સરહદી રેંજ ભુજની ટીમે હળવદ-માળિયા હાઈવે રોડ કવાડિયા ચેક પોસ્ટ પાસેથી આઈશર ટ્રક એચઆર ૩૮ એઈ ૦૨૦૧ ઝડપી લીધી હતી જે ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાંડ અને સાઈઝની સીલ પેક કુલ બોટલો નંગ ૯૪૫૬ કીમત રૂ ૩૨,૮૪,૨૬૮ નો જથ્થો મળી આવ્યો હતો જેથી ટીમે ૩૨.૮૪ લાખનો દારૂ, ટ્રક કીમત રૂ ૨૦ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૫૨,૮૯,૨૬૮ નો મુદામાલ જપ્ત કર્યો છે
આઈશર ટ્રકનો ડ્રાઈવર આરોપી અરબાજ રહીશ મેવ રહે હરિયાણા વાળાને ઝડપી લેવામાં સફળતા મળી છે ટ્રક આપનાર આશીફ અને માલ મોકલનાર શર્માજી એમ બે આરોપીના નામ અને મોબાઈલ નંબર ખુલતા વધુ તપાસ ચલાવી છે સરહદી રેંજ ભુજ ટીમે હાલ મુદામાલ હળવદ પોલીસ મથકને સોપી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે