મોરબી જિલ્લાના ખેડૂતો ગાંધીનગર ખાતે યોજાનાર ટ્રેક્ટર રેલીમાં જવા માટે રવાના



મોરબી જીલ્લામાંથી પસાર થતી હેવી વીજલાઈન મામલે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી જેતપર ગામમાં ઉપવાસી છાવણીમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તા. ૧૫ જુનના રોજ ગાંધીનગર ટ્રેક્ટર રેલીની જાહેરાત કરવામાં આવી હતી જે જાહેરાત અન્વયે રવિવારે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા હતા
૧૫ જુનના રોજ ગાંધીનગર ખાતે ટ્રેક્ટર યાત્રા કાઢી ખેડૂતો વિરોધ કરવાના છે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન મામલે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે આજે મોરબી, ટંકારા, માળિયા અને હળવદમાંથી ટ્રેક્ટર લઈને ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર જવા રવાના થયા હતા ગુજરાત સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, મહેશભાઈ રાજકોટિયા, અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ સમર્થનમાં જોડાયા છે વીજપોલ સામે ખેડૂતોને પૂરું વળતર આપવાની માંગ સાથે સોમવારે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજાનાર છે
પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે અપેક્ષા કરતા વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો જોડાઈ રહ્યા છે મોરબી જીલ્લામાંથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા છે અને વિરમગામ સહિતના સ્થળે તેમજ દક્ષીણ ભારતમાંથી પણ ખેડૂતો જોડાશે અને વિશાલ સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજાશે તેમ જણાવ્યું હતું

