ખોખરા હનુમાન રોડ પર પાણીના ટેન્કરે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનનું મોત

 

ખોખરા હનુમાન રોડ પર ૨૦ વર્ષીય પરપ્રાંતીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે પાણીના ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ હરિયાણાના વતની હાલ મોરબીના ટીંબડી ગામે રહેતા વિષ્ણુ ચેતરામ શર્મા (ઉ.વ.૩૦) આરોપી પાણીના ટ્રક ટેન્કર જીજે ૧૨ એટી ૭૦૭૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હ્ચે કે રાજસ્થાનના રહેવાસી ભાનુપ્રતાપ ગણેશભાઈ યાદવ (ઉ.વ.૨૦) વાળા યુવાન ગત તા. ૧૬ જુનના રોજ પોતાનું બાઈક આરજે ૨૬ એસએક્સ ૯૫૪૨ લઈને પોલો સર્કલ પાસે ખોખરા હનુમાન રોડ પાસેથી જતો હતો ત્યારે પાણીના ટેન્કર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ભાનુપ્રતાપ યાદવને શરીરે ગંભીર ઈજા પહોંચતા ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે પાણીના ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.