



મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સમયાન્તરે નાસ્તાના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં તાજેતરમાં ખાણીપીણીના ધંધાર્થીઓ અને ફરસાણની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી
ફૂડ શાખાએ મોરબીમાં આવેલ ૨૦ ખાણીપીણીના ધંધાર્થીઓ અને ફરસાણની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી જેમાં તેલના નમુનાના સ્થળ પર તપાસ કરવામાં આવ્યા હતા રવાપર રોડ પર આવેલ ફરસાણની ૨૦ પેઢીની તપાસમાં તેલના નમુનાનું TPC મશીનની ચકાસણી કરી હતી તેલના નમુનામાં ૨૫ TPC કાઉન્ટથી વધુ આવ્યા જેથી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ ફરસાણ પેઢીમાં ૫ કિલો છાપેલા ન્યુઝ પેપરનો નાશ કરવા આવ્યો હતો સાથે જ લાઈટ નાસ્તા હાઉસમાંથી ૨ કેજી ચટણી અને નેપોપ ચાઇનીઝમાંથી ૫ કેજી અખાદ્ય ચટણી અને ફૂડ કલરનો નાશ કરવામાં આવ્યો હતો




