


ટંકારાના જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કારમાં ૭૦૦ લીટર દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ઇકો કાર અને દારૂ તેમજ મોબાઈલ સહીત ૪.૪૫ લાખનો મુદામાલ કબ્જે લીધો છે અન્ય ત્રણ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કાર જીજે ૦૩ એનબી ૯૩૧૪ વાળીમાં દેશી દારૂની હેરાફેરીની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ઇકો કાર ઝડપી લઈને કારમાં તલાશી લેતા ૭૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૧.૪૦ લાખનો દેશી દારૂ, ૩ લાખની ઇકો કાર અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૪,૪૫,૦૦૦ નો મુદામાલ કબ્જે લીધો છે
ટંકારા પોલીસે આરોપી જીજ્ઞેશ ઉર્ફે દિલીપ લાખાભાઈ ગોહેલ રહે રાજકોટ વાળાને ઝડપી લીધો છે આરોપી શામજી ઉર્ફે વિજય સુખાભાઈ સારલા રહે નળખંભા તા. થાન, દશરથ ઉર્ફે દસો રમેશભાઈ કણજરીયા રહે સામતપર તા. સાયલા અને આસિફ ઈરફાન વિકીયા રહે સરાયા તા. ટંકારા એમ ત્રણ આરોપીના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે