વાંકાનેરની શારદા સ્કૂલ નજીક કુહાડી-છરીના ઘા ઝીકી યુવાન પર જીવેલેણ હુમલો, સાત વિરુદ્ધ ફરિયાદ 

 

વાંકાનેર શહેરની શારદા સ્કૂલ નજીક ભરવાડ જ્ઞાતિના લોકોનો મિત્ર હોવાનો ખાર રાખી ચાર અજાણ્યા સહિતના સાત ઇસમોએ યુવાનને કુહાડી અને છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં ૦૧ માં રહેતા યશદીપ હિતેશભાઈ સોલંકી (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ એઝાજ ઉર્ફે દાદલી, એઝાજનો ભાઈ, ઇકબાલ રહે બધા વાંકાનેર અને ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ભરવાડ જ્ઞાતિના લોકો સાથે ઝઘડો થયો હતો જેથી સાતેય ઇસમોએ એક્સીસ બેંકના ખૂણા પાસે ઉભા હતા અને ફરિયાદી યશદીપ તેમજ મિત્ર મનીષ બંને એકટીવા લઈને નીકળ્યા હતા અને મનીષ ભરવાડ જ્ઞાતિના લોકોનો મિત્ર હોવાનો ખાર રાખી આ લોકોને મારી નાખો કહીને પીછો કરતા એકટીવા લઈને ભાગવા જતા એકટીવા શારદા સ્કૂલ પાસે ઇલેક્ટ્રિક પોલ સાથે ભટકાઈ જતા નીચે પડી ગયા હતા

 

આરોપી એઝાજે જાનથી મારી નાખવાના ઈરાદે કુહાડીનો છૂટો ઘા મારતા ગરદનના પાછળના ભાગે ફરિયાદી યશદીપને ઈજા પહોંચી હતી અને અજાણ્યા ઈસમો પૈકી કોઈએ ફરિયાદીને પીઠમાં છરીનો એક ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.