ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે આજે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહેશે


ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે બે માસથી સરકાર સામે લડત ચાલી રહી છે વીજ લાઈન વળતર મુદે ખેડૂતો લડી લેવાના નિર્ધાર સાથે મેદાને પડ્યા છે જે આંદોલનને વિવિધ સ્થળોથી ટેકો મળી રહ્યો છે જેમાં આજે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલ પધારશે
મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલ તેમજ ડૉ. શ્રી રુદ્રાંશજી મહારાજ (પરમ પૂજ્ય 108 શ્રી વૈદિકચિકિત્સા યોગ પીઠાધિશ્વર ગવ્યસિદ્ધ, યોગાચાર્ય) સહિતના મહાનુભાવો આજે તા. ૧૧ ના રાત્રે ૯ કલાકે છાવણીની મુલાકાતે આવશે