વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળાઓમાં ઉજવણી

 

તા.૧૦ મી ઓગસ્ટ ૨૦૨૬ ના વન વિભાગ તેમજ મોડેલ સ્કૂલ મોટીબરાર ના  સહયોગથી  વિશ્વ સિંહ દિવસ – 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિધાર્થીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત ૨૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો

ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશના ગૌરવ સમા એશિયાઈ સિંહોનુ એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે.ગીરના જંગલનું સંરક્ષણ તેમજ તેમાં કુદરતી રીતે વસવાટ કરતા વન્ય પ્રાણીઓનુ સંવર્ધન એ આપણા સૌની નૈતિક ફરજ છે. વન્યજીવોના સંરક્ષણ હેતુ વિદ્યાર્થીઓમાં બાલ્યકાળથી પ્રેમ, સંવેદના તથા જાગૃતિ કેળવાય તે હેતુથી આજરોજ મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે વિશ્વ સિંહ દિવસ- 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.દિન વિશેષને અનુલક્ષીને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર મજાનું સિંહના સંરક્ષણને અનુલક્ષીને વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળા કક્ષાયે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ફોરેસ્ટ વિભાગ માંથી આવેલ મહેમાનો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.એશિયાઈ સિંહોના સંરક્ષણ હેતુ શાળાના આચાર્ય, ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના મહેમાન ,શિક્ષક ગણ,તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રકૃતિના અંશ સમાન વન્યજીવોના રક્ષણ તેમજ સંવર્ધનને અનુલક્ષીને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.સિંહનું મોહરું પહેરીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષક ગણ ઉત્સાહભેર સિંહ દિવસ ની ઊજવણી કરવામાં આવેલ”ગલી ગલી મેં ગુંજે નાદ,ગીર નો સાવજ જિંદાબાદ.”સિંહ બચાવો,જંગલ બચાવો.””પર્યાવરણ બચાવો,ભવિષ્ય બચાવો.”વગેરે જેવા નારા બોલીને સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ વિશ્વ સિંહદિવસની ઉજવણીના આ કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.આમ શાળાના આચાર્યશ્રી બી. એન વિડજા સરના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે સુંદર મજાનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ તેમજ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સાર્થક કરી હતી.

આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેર રેન્જ મોરબી દ્વારા વન્ય પ્રાણીઓ નું મહત્વ તેમજ સિંહ અને માનવ જીવન વચ્ચે બનતાં ઘર્ષણ વિશે .સિંહ ને બચાવવા લોકભગીદારી નું મહત્વ સમજાવી વિધાર્થીઓ ને માહિતગાર કરેલાં તેમજ  વન્ય પ્રાણીઓ વિશે વિધાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવેલ શાળાના આચાર્યશ્રી બી.એન. વિડજા સર દ્વારા ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો

10 ઓગસ્ટ 2026 ના રોજ વિશ્વ સિંહ દિવસ નિમિતે  ચેર રેન્જ મોરબીના નવલખી દક્ષિણ રાઉન્ડ ની પીએમ શ્રી મોટા દહીસરા કન્યા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરેલ તેમજ ઇનામ વિતરણ  કરેલ ત્યાર પછી રેલી નુ આયોજન કરવામાં આવ્યું બાદ બાળકો ને વિશ્વ સિંહ દિવસ ની પ્રાથમિક માહિતી થી માહિતગાર કરવામાં આવ્યા

10 ઓગસ્ટ 2026ના રોજ ચેર રેન્જ મોરબીના નવલખી ઉત્તર રાઉન્ડના મોટા દહિસરા શ્રી વિવેકાનંદનગર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજીને બાળકોને ઇનામ આપીને સિંહ બચાવો અંગે જાગૃતા જેવી પ્રવૃતિ કરીને  વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

 

Leave A Reply

Your email address will not be published.