બિસ્માર મોરબી-રાજકોટ હાઈવે પર આર એન્ડ બી અધિકારીના વાહનને અકસ્માત નડ્યો

રીક્ષા સાથે અધિકારીની ગાડીનો અકસ્માત સર્જાયો, રીક્ષાચાલકને ઈજા પહોંચી

 

 

મોરબી-રાજકોટ હાઈવે ચોમાસાના વરસાદમાં ધોવાઈ ગયો હતો અને હાઈવે રોડ ગ્રામ્ય પંથકને જોડતા રોડ કરતા પણ ખરાબ હાલતમાં જોવા મળ્યો હતો મોરબીથી ટંકારા સુધીના પટ્ટે વાહન તો છોડો ચાલીને નીકળી સકાય તેવી સ્થિતિ રહી નથી અને સપ્તાહ પૂર્વે કલેકટરે નોટીસ ફટકાર્યા બાદ તંત્ર કામે લાગ્યું હતું જોકે ગુજરાતીમાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે ઉક્તિ મુક્ત હાઈવે રીપેરીંગની જવાબદારી જેની પાસે છે તે માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને જ ખરાબ રોડને કારણે અકસ્માત નડ્યો હતો

 

મોરબી રાજકોટ હાઈવે બિસ્માર હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા જેને પગલે મોરબી જીલ્લા કલેકટર દ્વારા સપ્તાહ પૂર્વે આર એન્ડ બી વિભાગને નોટીસ ફટકારવામાં આવી હતી અને વિભાગે રોડ રીપેરીંગ કામગીરી શરુ કરી દીધી છે દરમિયાન આજે રાજકોટ આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઈજનેરની ગાડીને રાજકોટ મોરબી હાઈવે પર અકસ્માત નડ્યો હતો રાજકોટ કાર્યપાલક ઈજનેર પોતાની ગાડીમાં રાજકોટ મોરબી હાઈવે પરથી જતા હતા ત્યારે હરબટીયાળી નજીક રીક્ષા સાથે ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો

 

જે અંગે રાજકોટ આર એન્ડ બી કાર્યપાલક ઈજનેર એસ આર પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મોરબી મીટીંગમાં આવતી વખતે અકસ્માત થયો હતો રીક્ષા સાથે ગાડી થોડી અથડાતા રીક્ષા ચાલકને નાની મોટી ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.