૩૫ મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમોર્હ અને યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન કરાશે


વિશ્વની સૌથી મોટી રાજપૂત સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ આયોજિત ૩૫ મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ તથા યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન તા. ૦૩ ને શીતળા સાતમ, ગુરુવારે શ્રી ભૂચર મોરી શહીદ સ્મારક ધ્રોલ-રાજકોટથી ૫૦ કિમી દુર જામનગર બાજુ કરવામાં આવશે
સવારે ૮ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે ૮ કલાકે ઘોડેસવારી સ્પર્ધા અને વ્યક્તિગત તલવારબાજી સ્પર્ધા સવારે ૧૦ કલાકે જુના સ્મારક અને નવા સ્મારક ખાતે મહેમાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ, સવારે ૧૦ : ૧૫ કલાકે યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે
શ્રી દેવેન્દ્રસિંહ ઝાલા ( રોયલ ફેમીલી ઓફ લાભુવા યુપી) ચેરમેન અને ઓનર દેવ સોલ્ટ પ્રાઈવેટ લીમીટેડ એન્ડ દેવ ગ્રુપ ઓફ કંપનીઝ તરફથી શ્રી યુવા સંઘ સ્મૃતિ હોલના નિર્માણ પેટે રૂ ૫ લાખનું અનુદાન આપવામાં આવેલ છે તેમજ ડો. ધ્રુવકુમારસિંહ જયેન્દ્રસિંહ જાડેજા તરફથી શ્રી યુવા સંઘ સ્મૃતિ હોલના નિર્માણ પેટે રૂ ૧.૧૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે