મોરબીના જેતપર ગામે “ખેડૂત હાર્યો તો દેશ હાર્યો” હૃદયસ્પર્શી નાટ્ક ભજવાયું

ખેડૂત પુત્રીઓએ ખેડૂતોની વેદના રજુ કરતું નાટક ભજવ્યું

 

 

મોરબીના જેતપર ગામે વીજ લાઈન વળતર મુદે ખેડૂતોની લડતને બે માસનો સમય થઇ ચુક્યો છે વિવિધ કાર્યક્રમો થકી સરકારને જગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં રવિવારે રાત્રે સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત હાર્યો તો દેશ હાર્યો નાટક ભજવાયું હતું

 

જેતપર ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે તા. ૦૯ ને રવિવારે રાત્રે ખેડૂત હાર્યો તો દેશ હાર્યો નાટક રજુ કરવામાં આવ્યું હતું ખેડૂત પુત્રી દ્વારા ભાવુક, પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી નાટક રજુ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોની વેદના રજુ કરવામાં આવી હતી ખેડૂતો પર થતા અત્યાચાર, અફસરશાહીને રજુ કરી ખેડૂતોની પીડા રજુ કરવામાં આવી હતી નાટક નિહાળવા માટે મોટી જનમેદની ઉમટી પડી હતી

Leave A Reply

Your email address will not be published.