ટંકારા કોંગ્રેસ અગ્રણી લલીતભાઈ કગથરાનો આજે જન્મદિવસ⁠⁠⁠⁠

ટંકારા પડધરી વિસ્તારના કોંગ્રેસ અગ્રણી લલીતભાઈ કગથરાનો આજે જન્મદિવસ છે. દેપાળીયા ગામે જન્મેલા લલીતભાઈ કગથરા કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે જોડાયા બાદ જીલ્લા પંચાયત રાજકોટના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે. સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે સતત લોકોની વચ્ચે રહેતા લલીતભાઈ કગથરા ખેડૂતો અને પાટીદાર સમાજમાં લોકપ્રિય છે. કોંગ્રેસના કાર્યકરો સાથે ખભેખભા મિલાવીને કાર્ય કરતા લલીતભાઈ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે અનેક આંદોલન કર્યા છે. તો વર્ષના અંતે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં પણ ટંકારા પડધરી સીટ માટે કોંગ્રેસ પક્ષના પ્રબળ દાવેદાર તેમને માનવામાં આવી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો, તેમનો પરિવાર મિત્ર અને મોરબી ન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં ૯૮૭૯૫ ૯૯૮૦૦ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

Leave A Reply

Your email address will not be published.