અપમૃત્યુના બે બનાવોમાં વાંકાનેરમાં પીજીવીસીએલનાં કર્મચારીનું, ટંકારામાં કિશોરનું મોત

 

વાંકાનેર અને ટંકારામાં અપમૃત્યુના બે બનાવોમાં યુવાન અને સગીરના મોત નીપજ્યા હતા. જેમાં વાંકાનેરના સરધાકા ગામમાં ટીસીમાં જમ્પર બદલાવતી વખતે શોટ લાગતા પીજીવીસીએલનાં કોન્ટ્રાકટ બેસ્ડ કર્મચારીનું મોત થયું હતું, જ્યારે ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી લેતા સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

પ્રથમ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સરધાકા ગામની સીમમા સીમમા વાડી વિસ્તારમા ટી.સી.ના જમ્પરમાં ડીઓ બદલાવતી વખતે પીજીવીસીએએલમાં કોન્ટ્રાકટ પર કામ કરતા રાજેશભાઇ છનાભાઇ દેથળીયા (ઉ.વ.૨૪, રહે.રામપરા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર)ને અકસ્માતે ઇલેક્ટ્રીક શોટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું.

 

જ્યારે બીજા બનાવની વિગતો અનુસાર ટંકારાના વાછકપર ગામની સીમ જયુભા ભીખુભા ગઢવીની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના દિનેશભાઇ અજનારનાં ૧૫ વર્ષીય છગનભાઈએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેમને તપાસીને મૃત જાહેર કાર્ય હતા.

 

Leave A Reply

Your email address will not be published.