મોરબીમાં સાતમ-આઠમના લોકમેળાને માણતા નગરજનો, હૈયે હૈયું દળાય તેટલી ભીડમાં મેળાની મોજ માણી

            મોરબીની ઉત્સવપ્રિય જનતા માટે ખાનગી મેળા સંચાલકોએ છ સ્થળોએ મેળાનું આયોજન કર્યું હતું મોરબી શહેરના કંડલા બાયપાસ, કેનાલ રોડ, પરશુરામ પોટરી ગ્રાઉન્ડ, માળિયા ફાટક ઓવરબ્રિજ પાસે, મહેન્દ્રનગર ચોકડી અને કુબેર ટોકીઝ એમ છ સ્થળોએ ખાનગી મેળાઓ યોજાયા હતા અને સાતમ-આઠમ પર્વે મોરબીવાસીઓએ મેળાની મોજ માણી હતી

            મોરબી શહેરમાં વિવિધ ખાનગી મેળામાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલોએ વિવિધ રાઇડ્સની મોજ માણી હતી મેળામાં ડ્રેગન, હુડકુ, મોટી ઉંચી ફજેત, ટોરા ટોરા, બ્રેક ડાન્સ સહિતની રાઇડ્સની મોજ કરી હતી તે ઉપરાંત વિવિધ ખાણીપીણીના સ્ટોલમાં વિવિધ ડીશનો સ્વાદ માણ્યો હતો તે ઉપરાંત આઈસ ગોલા, કેન્ડી પણ આરોગી હતી વિવિધ સ્થળોએ મેળાના આયોજનનો મોરબીવાસીઓએ ભરપુર લાભ ઉઠયો હતો અને રવિવાર સુધી મેળાઓ કાર્યરત હોવાથી રવિવારની રજાનો લાભ પણ નાગરિકો જરૂર ઉઠાવશે

Leave A Reply

Your email address will not be published.