મોરબીમાં નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી, ઠેર ઠેર મટકીફોડ કાર્યક્રમો

મોરબી શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ગામો ગામ જન્માષ્ટમી પર્વ ઉજવાયો

 

મોરબી શહેર અને જીલ્લામાં જન્માષ્ટમી પર્વે શ્રી કૃષ્ણ જન્મોત્સવના ધામધૂમથી વધામણા કરવામાં આવ્યા હતા ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો નાદ સાથે ગગન ગુંજવી દીધું હતું હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તેમજ રાત્રીના પણ મટકીફોડ કાર્યક્રમો યોજાયા હતા

 

મોરબીમાં સર્વે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રામાં મંત્રી-ધારાસભ્ય, મેયર સહિતના અગ્રણીઓ તેમજ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા શોભાયાત્રા સ્ટેશન રોડ જડેશ્વર મંદિરથી શરુ થઇ હતી જે શહેરના પરાબજાર, નવાડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, સાવ્સર પ્લોટ, રામચોક, ગાંધી ચોક, નગર દરવાજા અને ગ્રીન ચોક વિસ્તારમાં ફરીને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી શોભાયાત્રાના રૂટ પર ૨૦ સ્થળોએ મટકીફોડ કાર્યક્રમો યોજાયા હતા

 

તે ઉપરાંત સંગઠનના યુવાનોએ તલવારબાજી, લાકડીના દાવ કર્યા હતા તો ડીજેના તાલે રાસ ગરબે ઘૂમી સૌ કોઈએ જન્માષ્ટમી પર્વ ઉજવ્યો હતો ઉપરાંત રાત્રીના ૧૨ કલાકે શહેરના વિવિધ વિસ્તારોમાં મટકીફોડ કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર સ્થળોએ પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.